Our Mission
શિક્ષણ અને સેવાની સુલભ તકો દ્વારા દરેક પરિવારને સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવો.
દરેક વ્યક્તિને આગળ વધવાની તક મળે અને સમાજ એક પરિવારની જેમ જોડાયેલો રહે, આ જ અમારી ઓળખ છે.
સમાજ માટે સમર્પિત
Wings Charitable Trust શિક્ષણ, માનવસેવા, યુવા શક્તિ અને સામાજિક જોડાણ માટે કાર્યરત છે. અમારી દરેક પહેલનો હેતુ જરૂરિયાતમંદને સહાય, પ્રતિભાને પ્રોત્સાહન અને સમાજમાં જવાબદારીની ભાવના મજબૂત કરવાનો છે.
અમે પરંપરાગત મૂલ્યો અને આધુનિક વ્યવસ્થાના સમન્વયથી આવનારી પેઢી માટે વધુ સારો, સંસ્કારી અને connected સમાજ બનાવવા પ્રયત્નશીલ છીએ.
શિક્ષણ અને સેવાની સુલભ તકો દ્વારા દરેક પરિવારને સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવો.
એકતાશીલ, શિક્ષિત અને આત્મનિર્ભર સમાજ—જ્યાં યુવા શક્તિ મૂલ્યો સાથે આગળ વધે.
પારદર્શિતા, સમાનતા, સહકાર, સંસ્કાર અને દરેક કાર્યમાં માનવસેવાને પ્રથમ સ્થાન.
દરેક milestone એક નવી જરૂરિયાતનો જવાબ અને સમાજના સહકારનું પરિણામ છે.
વિદ્યાર્થીઓને જરૂરી અભ્યાસસામગ્રી આપીને શૈક્ષણિક સફરની શરૂઆત મજબૂત બનાવવામાં આવી.
આરોગ્ય અને માનવસેવાને કેન્દ્રમાં રાખતી પહેલે સમાજની જીવંત ભાગીદારી ઊભી કરી.
બાળકો અને યુવાનોને સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને પ્રતિભા રજૂ કરવા યોગ્ય મંચ મળ્યો.
સમાજને સરળતાથી જોડવા directory તૈયાર થઈ અને ધોરણ 10–12ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન થયું.
80%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોની સહાય અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર યુવાનોને પ્રોત્સાહન.
પરિવારોની માહિતી અને ભાવિ આયોજનને એક વિશ્વસનીય digital માળખામાં લાવવાની પહેલ.